OTP has been sent to your registered mobile number and email. Please verify it to submit your scholarship form.
Please wait...
Your request is being processed. Please do not refresh or close this page.
સરદારધામ
સંચાલિત
ડૉ.ચિત્તરંજનભાઇ પટેલ (USA) ઉચ્ચ શિક્ષણ સહાય યોજના-2026-27 અંતર્ગત અરજી કરવા માટે જરૂરી સુચના
આ ઉચ્ચ શિક્ષણ સહાય યોજના ગુજરાતના સર્વ
સમાજ/જ્ઞાતિનાં આર્થિક રીતે પછાત તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે છે. નીચેની સૂચનાઓ
ધ્યાનપૂર્વક વાંચીને ફોર્મ ભરવું. ·ધોરણ-12 પાસ થયા પછી જ આ ઉચ્ચ શિક્ષણ સહાય આપવામાં આવે છે.વર્ષ-2026માં ધોરણ-12 પાસ કરેલ હોય અને 80% કે તેથી વધારે ગુણ મેળવેલ વિદ્યાર્થીઓ જ આ ફોર્મ ભરી શકશે તેમજ
વિદ્યાર્થીઓએ ફોર્મ ભરતી વખતે તમામ વિષયોનાં ગુણ લખવાના રહેશે. ·એક પરિવારમાંથી માત્ર 1 વિદ્યાર્થી જ ફોર્મ ભરી શકશે. ·આ ઉચ્ચ શિક્ષણ સહાય યોજનામાં ધોરણ-12 પછી મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, આર્કિટેક્ટ,
આઇ.આઇ.ટી, સહિત ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. ·જે વિદ્યાર્થીઓની કૉલેજ પસંદગીની પ્રક્રિયા બાકી હોય તેવા
વિદ્યાર્થીઓ જે કોર્ષમાં એડમિશન લેવાના હોય તે કોર્ષ પસંદ કરી અત્યારે આ ફોર્મ ભરી
શકશેજો સ્કોલરશીપ માટે પસંદગી થાય તો ડોક્યુમેન્ટસ વેરીફિકેશન સમયે કૉલેજની ફી
રીસીપ્ટ બતાવવાની રહેશે. ·શિષ્યવૃત્તિ મેળવવા માટેની પરિવારની વાર્ષિક આવકની મર્યાદા 6
લાખ રૂપિયા છે.આ અંગે યોગ્ય સત્તાવાળાનું આવક અંગેનું પ્રમાણપત્ર / IT રીટર્નની કોપી
રજૂ કરવાનું રહેશે. ·સંપૂર્ણ વિગત સાથે ભરેલા ફોર્મ
ચકાસણી બાદ અરજદાર શિક્ષણ સહાય મેળવવાને પાત્ર છે કે નહી તે નક્કી કરવાનો અધિકાર
કમિટીનો રહેશે. ·અરજી કરનારને શિષ્યવૃતિ મળશે જ તેવું માની લેવું નહી. ·સ્કોલરશીપ મેળવનાર ઉમેદવારે નિયત ફોર્મેટમાં સરદારધામ
દ્વારા આપેલ એફિડેવિટ રજૂ કરવાનું રહેશે. ·જેની શિક્ષણ સહાય પ્રાથમિક રીતે મંજૂર થઇ હશે તેને તા.14-8-26સુધીમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જાણ કરવામાં
આવશે અને ત્યાર પછી સહાયને પાત્ર બનશે. ·જેની શિક્ષણ સહાય મંજૂર થશે તેમના બેંક ખાતામાં સહાયની રકમ ટ્રાન્સફર
કરવામાં આવશે અથવા ચેકથી આપવામાં આવશે, રોકડેથી આપવામાં આવશે નહિ. ·તા.30-8-26સુધીમાં જાણ ન થાય તો સમજી લેવું કે શિક્ષણ સહાય મંજૂર થઈ
નથી. ·અરજી કરવાની છેલ્લી તા.31-7-26 છે.